મોરબી : મોરબી જીલ્લાના માળિયા તાલુકાના જૂના ઘાંટિયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.વિકસિત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સરકારી યોજનો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભથી કોઈ વંચિત ના રહે તે માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ બાવરવા, માળિયા તાલુકા ભાજપ પ્રમુખ મણીલાલ સરડવા, માળિયાના ટીડીઓ, જૂના ઘાંટીલા સરપંચ ઉમેશભાઇ જાકાસણીયા, મામલતદાર, અરજણભાઈ હુંબલ, પ્રાજીવનભાઈ કાવર, હરેશભાઈ કૈલા તેમજ જૂના ઘાંટીલાના આગેવાનો હાજર રહ્યા હતા.