ટંકારા : લજાઈ ગામના વેપારીએ મિત્રતાના દાવે જોડિયા તાલુકાના બાદનપર ગામના વેપારીને આપેલ રૂપિયા 5 લાખના બદલામાં આપેલ ચેક રિટર્ન થતા આ અંગેનો કેસ નામદાર ટંકારા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 60 દિવસમાં નાણાં ચૂકવવા હુકમ કરી એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.આ કેસની વિગત જોઈએ તો ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા વેપારી ગૌતમભાઈ ધનજીભાઈ મકવાણાએ મિત્રતાના દાવે જોડિયા તાલુકાના બાદનપર ગામના પાર્થકુમાર કાંતિલાલ કાસુન્દ્રાને રૂપિયા 5 લાખ વર્ષ 2022મા ઉછીના આપ્યા બાદ નાણાની જરૂરત્ત પડતા પરત નાણાં માંગતા આરોપી પાર્થકુમારે ચેક આપતા બેંકમાં ચેક નાખતા ચેક રિટર્ન થતા નામદાર ટંકારા કોર્ટમાં ચેક રિટર્ન અંગે કેસ કરતા નામદાર અદાલતે આરોપી પાર્થકુમાર કાસુન્દ્રાને 60 દિવસમાં ચેકના નાણાં ચૂકવવા હુકમ કરી એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી વતી એડવોકેટ એમ.વી.બારૈયા રોકાયા હતા.