નવ દિવસ સુધી બટુક ભોજન તેમજ તમામ ખેતમજૂરોને ભાવથી ભોજન કરાવાયુંમોરબી : સજનપર નિવાસી સ્વ. સુંદરજીબાપાનું 102 વર્ષની વયે અવસાન થતાં તેમજ સ્વજનો દ્વારા નવ દિવસ સુધી બટુક ભોજન અને બાદમાં સીમ વિસ્તારમાં રહેતા તમામ શ્રમિકોને ભાવતા ભોજનીયા કરાવી અનોખી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.સજ્જનપર નિવાસી સુંદરજીભાઈ ચકુભાઈ દલસાણિયાનું 102 વર્ષની વયે ગત તા. 3 ડિસેમ્બરના અવસાન થતા સ્વ. સુંદરજીબાપાના સ્મરણાર્થે તેમના દિકરા વીરજીભાઈ સુંદરજીભાઈ દલસાણિયા, અરજણભાઈ દલસાણિયા, મગનભાઈ દલસાણિયા અને હરજીભાઈ દલસાણિયા દ્વારા સજનપર ગામની વાડી વિસ્તારમાં રહેતા નાના-મોટા તમામ મજુર ( આદિવાસી) લોકોને તા. 11 ના સાંજનું ભોજન કરાવવામાં આવ્યું હતું. સાથે જ નવ દિવસ સુધી સજ્જનપર ગામમાં બાળકોને દરરોજ બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું. આ રીતે તેમના પરિવાર દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી સ્વ. સુંદરજીબાપાને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.