હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના ગઢવી સમાજના આગેવાન સ્વ.માધુભા ડુંગરસંગ ગઢવી સ્વર્ગવાસ પામ્યા હોય તેઓની સ્મૃતિમાં ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.ચાડધ્રા ગામના પૂર્વ સરપંચ અને ગઢવી સમાજના આગેવાન માધુભા ગઢવીની પુણ્ય સ્મૃતિમાં ચાડધ્રા ગામે ભવ્ય સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21-12 - 2023 ને ગુરૂવારના રોજ યોજાના સંતવાણી કાર્યક્રમમાં ગોપાલ સાધુ,પ્રદીપભાઈ ગઢવી,રાજુભાઈ ગઢવી,પ્રવિણદાન ગઢવી,અનુભા બાવડી,વિપુલ મહારાજ,હિતેશ ગીરી, હકાભા ગઢવી સહિતના કલાકારો હાજર રહી સ્વ.માધુભા ગઢવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.