મોરબી : મોરબીના બગથળા ગામે નકલંક ગોપી મંડળ તેમજ સમસ્ત બગથળા ગામ દ્વારા આગામી તા. 20 ને બુધવારે રાત્રે 10 કલાકે નકલંક મંદિરની સામે, અંબિકા હોલમાં સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય સંતવાણી કાર્યક્રમમાં બાલાજી સાઉન્ડના સથવારે ભજન આરાધક ભગવતી ગૌસ્વામી અને મિલન પટેલ, તબલા ઉસ્તાદ જીતુ બગડા, બેન્જો માસ્ટર રાહુલ મકવાણા સંગીતના સથવારે વિવિધ ભજનો પ્રસ્તુત કરશે. આ ધાર્મિક કાર્યક્રમમાં બગથળાની ધર્મપ્રિય જનતાને ઉપસ્થિત રહેવા નકલંક ગોપી મંડળ તેમજ સમસ્ત બગથળા ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.