ટંકારા : ટંકારાના સજ્જનપર ગામે રસ્તા ઉપર દબાણ મામલે ખેડૂત દ્વારા સરપંચને રજુઆત કરવામાં આવી છે.હસમુખભાઈ ત્રિભોવનભાઈ અહરવા દ્વારા જણાવાયું કે પ્લોટ નં.15 વાળી જગ્યા અમારી માલિકી અને કબજા ભોગવટાનું છે. અમારા ઘરનો રસ્તો પ્લોટ નં.14 પાસેથી પસાર થાય છે. તેને નકશા મુજબ મકાન બનાવેલ નથી અને ગેરકાયદેસર રીતે રસ્તા ઉપર દબાણ કરીને મકાન બનાવેલ વહે. આ રસ્તો ખુલ્લો કરાવવામાં આવે તેવી માંગ છે.