મોરબી : મોરબીના મોડપર ગામે રામજી મંદિર ચોક ખાતે તા.16ના શનિવારના રોજ રાત્રે 9 કલાકે પીઠડાઈ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતથી આગવી રીતે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા ટપુભાઈ વેલજીભાઈ અઘારા તથા રવિભાઈ ટપુભાઈ અઘારા દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.