મોરબી : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા તાજેતરમાં એમ. કોમ. સેમેસ્ટર 3 (રેગ્યુલર કોર્ષ) તથા બી.કોમ. સેમેસ્ટર 5 (ન્યુ કોર્ષ - 2019) નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબીની કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત આર.ઓ. પટેલ મહિલા કોલેજનું એમ. કોમ. સેમેસ્ટર 3 નું પ્રથમ વર્ષે જ 88% અને બી. કોમ. સેમેસ્ટર 5 નું 83% જેવું ઝળહળતું રિઝલ્ટ આવ્યું છે.એમ. કોમ. સેમેસ્ટર 3 માં પ્રથમ નંબરે પાડલીયા દર્શના સુરેશભાઈએ 423/500, બીજા નંબરે ડાભી જ્યોતિ વીરજીભાઈ તથા પરમાર વૈભવી બળવંતભાઈએ 421/500, ત્રીજા નંબરે આદ્રોજા વિદિશા જગદીશભાઈએ 416/500 તથા બી. કોમ. સેમેસ્ટર 5 માં પ્રથમ નંબરે પડસુંબિયા શ્રુતિ પરેશભાઈએ 618/700, બીજા નંબરે પરમાર વંદના ગોવિંદભાઈએ 613/700, ત્રીજા નંબરે સાણંદિયા સુરભી રમેશભાઈએ 610/700, ચોથા નંબરે અમૃતિયા કિંજલ અશ્વિનભાઈએ 603/700 માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરીવારનું નામ સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ગુંજતું કર્યું છે.બી. કોમ. સેમેસ્ટર 5 માં Management Accounting વિષયમાં 12 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક અને 9 વિધાર્થિનીઓને 99 માર્ક મેળવ્યા હતાં. સાથોસાથ Accounting અને State વિષયમાં 3 વિધાર્થિનીઓએ 100 માંથી 100 માર્ક મેળવી જે તે વિષયમાં સોનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી છે.ઉચ્ચ શિક્ષણનું માર્કેટિંગ નહીં પણ શિક્ષણનું જતન આ સંસ્થા અને કોલેજનો હંમેશને માટે મૂળમંત્ર છે. ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થિનીઓના સર્વાંગી વિકાસ માટેની નવીનત્તમ પદ્ધતિઓની પહેલ કરવામાં કોલેજનો ટિંચિગ સ્ટાફ હરહંમેશ પ્રયત્નશીલ રહે છે.સર્વે વિધાર્થીનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે. તેમ યાદીમાં જણાવાયું છે.