2 નાયબ મામલતદાર અને 2 ક્લાર્કને જ અલગ કચેરીમાં, બાકીના કર્મચારીઓને પોતાની જ કચેરીમાં ચૂંટણીના મહેકમમાં રખાયામોરબી : લોકસભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા કલેકટર દ્વારા 10 નાયબ મામલતદાર, 4 તલાટી અને 4 ક્લાર્ક મળી કુલ 18 કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપી છે. જેમાં આમ તો 2 નાયબ મામલતદાર અને 2 ક્લાર્કની જ કચેરી ફેરવવામાં આવી છે. બાકીના કર્મચારીઓને જ્યાં ફરજ બજાવે છે તે કચેરીની જ ચૂંટણી કામગીરી સોંપવામાં આવી છે. આ મહેકમ 31 મે સુધી રહેશે.નાયબ મામલતદારોમાં માળિયાના પી.એચ.પરમારની કલેકટર કચેરી ચૂંટણીમાં, મોરબી એટીવીટી- મોરબી પ્રાંત કચેરીના જી.વી.પઢીયારની મોરબી પ્રાંત ચૂંટણીમાં, પુરવઠાના સપ્લાય ઇન્સ્પેક્ટર એમ.બી.રાઠોડની નાયબ કલેકટર-2 કચેરી ચૂંટણીમાં, વાંકાનેર પ્રાંતના જે.એ.માથકીયાની વાંકાનેર પ્રાંત ચૂંટણી, મોરબી ગ્રામ્યના કે.જી.ગામીની મોરબી ગ્રામ્ય ચૂંટણી, મોરબી ગ્રામ્યના બી.ટી. પેથપરાની મોરબી ગ્રામ્ય ચૂંટણી, ટંકારાના વી.એમ.બાવરવાની ટંકારા ચૂંટણી, માળિયાના એલ.એસ.ઠાકરની માળિયા ચૂંટણી, વાંકાનેરના આર.એચ.ગોસ્વામીની વાંકાનેર ચૂંટણી, હળવદના પી.એચ.સોલંકીની હળવદ ચૂંટણીમાં બદલી કરાઈ છે.જ્યારે મહેસુલી તલાટીમાં મોરબી ગ્રામ્યના જે.બી. લિખિયાને મોરબી ગ્રામ્ય ચૂંટણી, મોરબી ગ્રામ્યના એચ.એમ.ભૂતને મોરબી ગ્રામ્ય ચૂંટણી, ટંકારાના એસ.ડી.કોરિંગાને ટંકારા ચૂંટણી, વાંકાનેરના વી.આર.વોરાને વાંકાનેર ચૂંટણી જ્યારે ક્લાર્કમાં માળિયાના બી.પી. પટેલને માળિયા ચૂંટણી, હળવદના પી.ડી. ખોખાણીને હળવદ ચૂંટણી, હિસાબી શાખાના એન.એસ.સોલંકીને કલેકટર કચેરી ચૂંટણી, જનરલ શાખાના એન.ટી. કણઝારીયાને નાયબ કલેકટર-2 ચૂંટણીમાં મુકવામાં આવ્યા છે.