મોરબી : આવતીકાલે તારીખ 20 ડિસેમ્બરને બુધવારનાં રોજ મોરબી શહેર પેટા વિભાગ-2 હેઠળ આવતા વાવડી રોડ ફીડરમાં રાધા પાર્ક, કારીયા સોસા,સોમૈયા સોસા, અશોકપાર્ક, ક્રિષ્ના પાર્ક, ગાયત્રી નગર, કુબેર નગર 1થી 3 માધાપર તથા આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલના ગ્રાહકોએ નોંધ લેવી. કામપૂર્ણ થયે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે. આ મુજબ મોરબી શહેર પેટા વિભાગ -2 નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે.