ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસ એક્શનમાં બન્નેને દબોચી લેવાયા મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર સરદારબાગ સામે પાર્ક કરાયેલ રીક્ષામાં બેઠેલા યુવક - યુવતીએ પ્રેમાંધ બની સરાજાહેર બિભિત્સ ચેષ્ઠાઓ કરતા હોવાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ હરકતમાં આવેલી સીટી એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપી રીક્ષા ચાલક યુવાન અને તેની સાથે રહેલી યુવતીને ત્વરિત ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.ગઈકાલે મોરબીના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં પાર્ક કરાયેલ રીક્ષામાં ભાન ભૂલેલૂ પ્રેમી યુગલ બિભિત્સ ચેષ્ઠા કરતું હોવાનું સ્પષ્ટ બન્યું હતું અને વાયરલ થયેલ આ વિડીયો મોરબીના સરદાર બાગ સામે ઓમશાંત સ્કુલની સામે ગ્રાઉન્ડનો હોવાનું જણાતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ત્વરિત હરકતમાં આવી હતી અને બાતમીદારને કામે લગાડી ગણતરીની કલાકોમાં જ રીક્ષા ચાલક એવા યુવાન આરોપી સંદીપભાઇ ઉર્ફે સુનીલ ધીરૂભાઇ પેથાણી તેમજ તેની સાથે રહેલી યુવતીને (નૈતિકતાના ધોરણે યુવતીનું નામ જાહેર કરાયું નથી) દબોચી લઈ જાહેરમાં બિભિત્સ ચેનચાળા કરવા સબબ કાયદાકીય કાર્યવાહી કરી બન્નેને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.