મોરબી : મોરબીના ચૌહાણ પરિવાર દ્વારા હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના ગુર્જર ક્ષત્રિય જ્ઞાતિના આગેવાન સુનીલભાઈ શાંતિલાલ ચૌહાણ પરિવાર દ્વારા હરીદ્વાર ખાતે પુષ્ટિમાર્ગીય ભાગવત આચાર્ય સુહાગભાઈ દવેના શુભમુખે સંગીતમય શૈલીમાં તારીખ 17 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર સુધી તુલસી માનસ મંદિર હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે.આ કથામાં 200 લોકોના સંઘ સાથે લઈને જતા હોય આજરોજ કથાના મનોરથી સુનીલભાઈ શાંતિલાલ ચૌહાણ, મેહુલભાઈ શાંતિલાલ ચૌહાણ, હીરેનભાઈ શાંતિલાલ ચૌહાણ તથા દીપેશ શાંતિલાલ ચૌહાણ તથા સમગ્ર ચૌહાણ પરિવારનું મિત્રવર્તુળ દ્વારા મોરબી રેલવે સ્ટેશન ખાતે બહુમાન કરી શુભેચ્છા પાઠવી હતી.