આંખના વિભાગમાં 183 દર્દીઓ અને ઓર્થોપેડીક વિભાગમાં 55 દર્દીઓની તપાસ કરાઈમોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી અને લિયો કલબ દ્વારા નેત્રયજ્ઞ અને ઓર્થોપેડીક કેમ્પ યોજાયો હતો. જેમાં સ્વ.જીજ્ઞાબેન સનતભાઇ સુરાણીનાં આત્મશ્રેયાર્થે લાયન અમૃતલાલ સૂરાણીનાં સૌજન્યથી સો ઓરડીમાં કલેકટર ઓફિસ સામે આવેલ વરિયા બોર્ડિંગ ખાતે આ કેમ્પનું આયોજન કરાયું હતું.આ કેમ્પમાં આંખ વિભાગમાં 183 લાભાર્થીઓ અને ઓર્થોપેડીક વિભાગમાં 55 વ્યક્તિઓને તપાસવામાં આવ્યા હતા. જેમાંથી આંખના મોતિયાના ઓપરેશન માટે 30 લોકોને રાજકોટ રણછોડદાશજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા અને જેમને ઓર્થોપેડીકમાં વધુ સારવાર માટે જરૂર હોય તેમને મોરબીની આયુષ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.આ કેમ્પમાં સરકારી ડૉ. નીખીલભાઈ રૂપાલા, હળવદના ડૉ. વિધીબેન ભોરણીયા અને આયુષ હોસ્પિટલનાં ડૉ.પૂરવ પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ કેશુભાઇ દેત્રોજા, ખજાનચી મણીલાલ કાવર, સેક્રેટરી ટી.સી. ફૂલતરીયા, લા. મનસુખભાઈ જાકાશણિયા, લા. પ્રાણજીવનભાઈ રંગગપડિયા સાથે વરિયા વિદ્યોતેજક મંડળનાં પ્રમુખ ગોકળભાઈ ભોરણિયા, કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા તેમજ પ્રજાપતિ સમાજના સર્વે સેવા ભાવી મિત્રો, પ્રોજેકટ ચેરમેન લા.રશ્મિકા રૂપાલા, લા.મહાદેવભાઈ ઉટવાડીયા, લા.બીરેન્દ્ર સિંહ રાઠોડ દ્વાર ખૂબ જહેમત ઉઠાવેલ હતી. આ સેવાયજ્ઞમાં લાયન્સ ઇન્ટરનેશનલનાં સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશ રૂપાલા અને પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.