મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાંથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયાને વરલીના આંકડાની કપાત કરાવતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 2020 કબ્જે કર્યા હતા. સાથે જ આરોપી નિલેશભાઈ ભવાનભાઈ પાડલીયા નગર દરવાજા પાસે પખાલી શેરીમાં રહેતા આરોપી વસીમશા ભીખુશા શાહમદાર પાસે આંકડાની કપાત કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.