વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજગઢ ગામે આગામી તારીખ 22 ડિસેમ્બરને ગુરુવારે નવનિર્મિત રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.રાજગઢ ગામે આગામી તા. 22 ડિસેમ્બર ને ગુરુવારે સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તા. 21 ડિસેમ્બર ને રાત્રે 9-30 કલાકે ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લખન ઠાકોર (ભજનીક), વેલજી ઠાકોર (સાહિત્યકાર), રણવીર ગઢવી (ભજનીક), કિંજલ ઠાકોર (ભજનીક), કુલદીપ ઠાકોર (ભજનીક), કિરણ ઠાકોર (ભજનીક) ભજનની રમઝટ બોલાવશે.