મોરબી : મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા. 16 ડિસેમ્બરના બપોરના 3:30 કલાકે અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે મ્યુઝિકલ તંબોલા ઓપન મોરબી ફન ગેમ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ફન ગેમમાં 15 વર્ષથી નીચેના બાળકો તેમજ કોઈપણ ઉંમરની બહેનો ભાગ લઈ શકશે. આ ફન ગેમમાં વિજેતા બનેલા દરેક સભ્યને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજીયાત રહેશે. એન્ટ્રી લખાવાની છેલ્લી તારીખ 14 ડિસેમ્બરના રહેશે તેમજ ભાગ લેનાર દરેક વ્યક્તિની રજીસ્ટ્રેશન ફી રૂ. 200 રહેશે. રજીસ્ટ્રેશન માટે પ્રિતીબેન દેસાઈ- 9328970499, મયુરીબેન કોટેચા- 9275951954, કવિતાબેન મોદાણી- 7284842189, રંજનાબેન- 9726599930, નીશી બંસલ - 9427543656, નમ્રતા બંસલ- 9662484309 પર સંપર્ક કરવાનો રહેશે. મોરબીની દરેક બહેનોને આ ફનગેમમાં ભાગ લેવા સંગીતમય સાંજની મજા માણવા મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.