મોરબી : શકત સનાળા કુમાર શાળાના પટાંગણમાં સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોના વરદ હશે સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સ્પર્ધકોએ ઉત્સાહભેર સૂર્યનમસ્કાર કર્યા હતા. સૂર્ય નમસ્કાર સ્પર્ધા અંતર્ગત મોરબી નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી દિનેશભાઈ ગલચર સાહેબની ખાસ વિશેષ ઉપસ્થિતિ રહી.પસંદ કરાયેલ ભાઈઓ -બહેનોને ગ્રામ પંચાયતના સરપંચ અને કાર્યક્રમના અધ્યક્ષ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા તરફથી ગ્રામ્ય કક્ષાએ રૂ.૧૦૧/-નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો.વ્યવસ્થાપન સમિતિના સભ્યો શકત શનાળા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન પ્રફુલભાઈ બાવરવા (અધ્યક્ષ) કલ્પેશભાઈ ફુલતરિયા (સહ અધ્યક્ષ), વિમલાબેન મણીલાલ સાણજા (સભ્ય સચિવ) હર્ષદકુમાર તરશીભાઇ પટેલ( સભ્ય સચિવ) ઇલાબેન મોતીભાઈ બેડીયા(યોગ કોચ ટ્રેનર) નીતાબેન ધીરજલાલ જોશી(સભ્ય)કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોતાની જવાબદારી સુપેરે નિભાવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શકત શનાળા પ્લોટ શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતમાં આભારવિધિ શકત સનાળા કુમાર શાળાના મદદનીશ શિક્ષક શ્રી રાજેશભાઈ મારવણીયા દ્વારા કરવામાં આવી.