મોરબી : તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની 67 મી SGFI ખોખોની સ્પર્ધા મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાઈ હતી જેમાં નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કુલના DLSS ના કુલ 6 ખેલાડીઓએ ભાગ લીધો હતો.મહારાષ્ટ્રના નાસિક ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ખોખો સ્પર્ધામાં નવજીવન ન્યુ એરા પબ્લિક સ્કુલના ચૌધરી રવિરાજ રામજીભાઈ, રાઠવા રાહુલ હિંમતભાઈ, ડાભી આરતી રૂખડભાઈ, રબારી નેહા નાગજીભાઈ, વંશ અવની માનસિંગભાઈ, કચરોલા મહેક રમેશભાઈ સહિતના 6 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમજ બેસ્ટ ડિફેન્ડર તરીકે વંશ અવનીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ મોરબી જીલ્લા રમત-ગમત વિકાસ અધિકારી દિનેશભાઈ ભીલ, DLSS શાળાના ટ્રસ્ટ્રી પાડલીયા, બ્રિજેશ પટેલએ કોચ તેમજ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.