ફિલ્મો, સિરિયલોની જેમ હલ્દી, મહેદી રસમ, પ્રિવેડિંગ ફંક્શનોની જેમ ઉજવાતા અને પાર્ટી પ્લોટમાં ભપકાદાર યોજાતા લગ્નો ખર્ચાળ બન્યામોરબી : મોરબીમાં આ વખતે લગ્નની સીઝન જોઈએ તેવી જામી નથી. ગયા વર્ષે કમુહર્તા પહેલા લગ્નની સીઝનમાં આશરે 250 વધુ લગ્નો લેવાયા હતા. પણ આ વખતે કમુહર્તા પહેલા 150 જ લગ્નો લેવાયા છે. એટલે ગત વર્ષ કરતા બહુ ઓછા લગ્નો લેવાયા છે. જ્યારે હવે દેખાદેખીના કારણે સામાન્ય પરિવાર પણ ઠાઠમાઠથી લગ્નો યોજે છે. એકંદરે મોટાભાગના લોકો દ્વારા ફિલ્મો, સિરિયલોની જેમ હલ્દી, મહેદી રસમ, પ્રિવેડિંગ ફંક્શનોની જેમ અને પાર્ટી પ્લોટમાં ભપકાદાર યોજાતા લગ્નો ખર્ચાળ બન્યા છે.જાણીતા શાસ્ત્રી વિપુલ શુક્લના જણાવ્યા મુજબ મોરબીમાં આ વખતે કમુહર્તા પહેલા લગ્ન માટેના શુભ મુહૂર્ત ઓછા હોવાથી કમુહર્તા પછી ઘણા લોકો લગ્નો ગોઠવ્યા છે. એટલે હાલ બહુ જ ઓછા લગ્નો લેવાયા છે. જેમાં કમુહર્તા પહેલા ઓછા લગ્નો હોવાને કારણે તા.8.9.10 અને તા.12.13.14ના રોજ જ લગ્નો યોજવાના છે. કમુરતા પહેલા આશરે 150 લગ્નો થવાના હોવાનું જાણવા મળે છે. જે ગત વર્ષ કરતા બહુ જ ઓછા છે.છેલ્લા બે દાયકામાં લગ્ન સમારંભમાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. અગાઉના જમાનામાં એટલે વર્ષ 2000ના દાયકામાં ઘરે જ લગ્નો લેવાતા અને લગ્નની બધી જ રસમો સગા સંબંધીઓ સાદાયથી પુરી કરતા અને ઘરે જ લાઈનમાં એટલે પંગત પાડીને જમણવાર કરતા, જો કે ત્યારે ગર્ભ શ્રીમંત હોય તે જ માત્ર ભવ્યતાથી લગ્નો કરતા, પણ છેલ્લા બે દાયકાથી બદલાતા જતા સમયના વહેણ સાથે મોટાભાગના લોકો વાડી બુક કરીને લગ્નની તમામ વિધિઓ શાનદાર રીતે પુરી કરતા પણ હમણાંથી લગ્નો માટે પાર્ટી પ્લોટનો નવો ટ્રેન્ડ આવ્યો છે. મધ્યમ અને ઉચ્ચ મધ્યમ પરિવાર પણ પાર્ટી પ્લોટમાં સંગીત સંધ્યા, મહેંદી, હલ્દીની રસમ, પ્રિવેડિંગ, વર વધુની કોઈ રાજકુંવરની જેમ બગી કે વિન્ટેજ કારમાં એન્ટ્રી જેવા પ્રસંગો ફંક્શનોની જેમ અને લગ્નો પણ ભપકાદાર યોજે છે.લગ્નના આયોજનો અંગે મંડપના ધંધાર્થી તેજસ બારા જણાવે છે કે પહેલા બહુ ઓછા ખર્ચે એટલે વધુમાં વધુ દોઢ થી બે લાખમાં લગ્નો સંપન્ન થતા પણ હવે તો ખાલી લગ્ન મંડપનો જ દોઢ લાખથી લઈ 25 લાખ જેવો ખર્ચ થાય છે. એટલે બધી જ રસમોના અલગ અલગ ફંક્સનો બેન્ડ બાજા અને સુરીલા સંગીતને કારણે ભવ્યતાથી યોજાતા લગ્નોનો ખર્ચ લાખોમાં થાય છે. આ લગ્નોનો ખર્ચો સામાન્ય અને મધ્યમવર્ગને ભારે પડે છે.અગાઉ લગ્નોમાં ઘરે જ જમણવાર થતો અને લાડુ અને ગાંઠિયા મુખ્ય રહેતા અને બે શાક એ પણ ઘરની મહિલાઓ જ બનાવતી પણ ત્યારે ગુજરાતી થાળી જ રહેતી પછી ઘરે યોજતા લગ્નોમાં બુર્ફેની સિસ્ટમ આવી એમાં લાડવા નાબૂદ થઈ ગયા એનું સ્થાન વિવિધ સ્વાદિષ્ટ મીઠાઈઓએ લીધું પણ હવે તો ગુલાબ જાંબુન તેમજ અન્ય મીઠાઈઓ તેમજ શાકમાં ખાસ પનીર હોય જ છે. એટલે લગ્નના જમણવારમાં ગુજરાતી થાળીની સાથે હવે પંજાબી, ચાઈનીઝ સહિતની ડિશ બને છે. તેમાંય ગર્ભ શ્રીમંત હોય તો મોંઘામાં મોંઘી મીઠાઈ અને શાકની અનેકવિધ આઇટમો સહિત ભવ્યતાથી જમણવાર થાય છે.