નવલખી ફાટક પાછળ આવેલ લાયન્સનગરમાં ગટરમાંથી ટોયલેટની ગંદકી બહાર આવતા રહીશો મુશ્કેલીમાં મુકાયામોરબી : મોરબીમાં પાલિકા તંત્રના પાપે ઠેર-ઠેર ઉભરાતી ગટરની ગંદકીની વચ્ચે આ ગટરની સમસ્યા વધુ એક વિસ્તારને ઘેરી વળી છે. જેમાં મોરબીના છેવાડે આવેલ નવલખી ફાટક પાછળના લાયન્સનગરમાં ઉભરાતી ગટરમાંથી ટોયલેટની ગંદકી બહાર આવતા રહીશો મુશ્કેલીમાં મુકાયા ગયા છે. આથી રહીશોએ પાલિકા તંત્ર વહેલાસર ગટર સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ કરી છે.મોરબીના નવલખી ફાટક પાછળ આવેલ લાયન્સનગર મેઈન રોડ ઉપર છેલ્લા ચાર પાંચ દિવસથી ભૂગર્ભ ગટરની કુંડીમાંથી ગટરની ગંદકી ઉભરાય છે. જેમાં સ્થાનિક જેસિંગભાઈ શુકલે જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા કોઈ સફાઈ કરવા જ આવતું ન હોવાથી આ વિસ્તારની ભૂગર્ભ ગટર બ્લોક થઈ ગઈ છે. આથી ભૂગર્ભ ગટરમાંથી બધી જ ગંદકી રોડ ઠલવાય છે. આ ઉપરાંત હવે તો ટોયલેટની ગંદકી પણ ભૂગર્ભ ગટરમાંથી બહાર આવી રોડ ઉપર પથરાતી હોવાથી મગજ ભમી જાય તે હદે ગંદકી ફેલાય રહી છે. આ ગટરની ગંદકીને કારણે આ વિસ્તારમાં રહી ન શકાય એવી કપરી હાલત થઈ ગઈ છે અને સ્થાનિકો ઉપર રોગચાળાનું જોખમ ઉદ્દભવ્યું છે. આવી ભયકર ગંદકીની રજુઆતો કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.