મોરબી : મોરબીની ત્રાજપર ચોકડી ખાતેથી ગત તા.2ના રોજ બાઈક ચોરી થવાની ઘટનામાં મોરબી એલસીબીએ બાતમીને આધારે આ બાઇકની ચોરી કરનાર શખ્સને જામનગરથી દબોચી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ત્રાજપર ચોકડી નજીકથી ગત તા.2 ડિસેમ્બરના રોજ રૂપિયા 20 હજારના કિંમતના બાઇકની ચોરી થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો હતો જે બાદ મોરબી ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આ બાઇકની ચોરી કરનાર શખ્સ આરોપી અનિલ કિશોરભાઇ બાબુભાઇ હળવદીયા રહે. જામનગર, શંકર ટેકરી, દિગ્વીજયપ્લોટ વાળો હોવાનું અને ચોરી કરેલ બાઈક તેના કબ્જામાં હોવાની હકિકત મળતા મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે જામનગર ખાતે આરોપીના રહેણાંક ખાતે તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદામાલનું મોટર સાયકલ નંબર GJ-36-M- 0119 વાળુ મળી આવતા આરોપી અનિલ કિશોરભાઇ બાબુભાઇ હળવદીયાને અટકાયતમાં લઈ સીટી બી ડિવિઝન પોલીસને સોંપવા કાર્યવાહી કરી હતી.આ સફળ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ પીએસઆઇ એન.એચ.ચુડાસમા, કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.