રામમંદિરનું ખાતમુહૂર્ત નહિ થાય ત્યાં સુધી અન્ન, કઠોળનો ત્યાગ કરતા ધારાસભ્ય સોમાણી, આજે મહત્વની બેઠકવાંકાનેર : વાંકાનેર તાલુકાના રામધામ જાલીડા મુકામે આગામી ફેબ્રુઆરી માસમાં ભવ્ય, દિવ્ય રામમંદિર નિર્માણનું ખાત મુહૂર્ત થનાર હોય આજે રવિવારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં મહત્વની મીટીંગ યોજાનાર છે.નોંધનીય છે કે મંદિરના ખાતમુહૂર્ત સુધી ધારાસભ્ય સોમાણીએ અન્ન, કઠોળનો ત્યાગ કરી આકરી ટેક લીધી છે.આગામી ફેબ્રુઆરી માસમાં રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ખાતે 108 કુંડી શ્રી રામ મહાયજ્ઞ, શ્રી રામચંદ્રજી ભગવાનના મંદિરનુ ખાત મુહુર્ત સહીતના આયોજનોના અનુસંધાને આજે અગત્યની મીટીંગનું આયોજન કરાયું છે. જેમાં સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ-જાલીડા મુકામે આગામી ફેબ્રુઆરી માસમાં ૧૦૮ કુંડી શ્રી રામ મહાયજ્ઞન અંગે આયોજન ઘડી કાઢવામાં આવશે. આજે સાંજે રામધામ-જાલીડા મુકામે શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં આ અગત્યની મીટીંગ યોજાશે.ઉલ્લેખનીય છે કે સમસ્ત લોહાણા સમાજની એકતા અને અખંડીતતાનાં પ્રતિક સમા શ્રી રામધામના નિર્માણ માટે રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી દ્વારા ચંપલ ન પહેરવાની આકરી ટેક રાખવા માં આવી હતી. ત્યારબાદ રામધામની પવિત્ર જગ્યા જાલીડા મુકામે રામધામ કમીટી દ્વારા ખરીદવામાં આવતા જીતુભાઈની ટેક પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જ્યાં સુધી પ્રભુ શ્રી રામચંદ્રજીના મંદિરનુ ખાત મુહુર્ત ન થાય ત્યાં સુધી જીતુભાઈ સોમાણીએ અન્ન તથા કઠોળનો ત્યાગ કર્યો છે.સમસ્ત લોહાણા સમાજ તેમજ જીતુભાઈ સોમાણીનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યુ છે ત્યારે આગામી ફેબ્રુઆરી માસમાં તેમની ટેકના પારણા કરવવામાં આવશે. આજની મીટીંગમાં સમસ્ત લોહાણા સમાજ, મોરબીના અગ્રણીઓને ઉપસ્થિત રહેવા મોરબી લોહાણા મહાજન સહીતની સંસ્થાઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.