મોરબી : મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું હબ ગણાતી શક્તિ ચેમ્બર નજીક અવાર નવાર હાઇવે ઓથોરિટી દ્વારા ડિવાઈડર બંધ કરી દેવાતા વેપારીઓને છે કે લાલપર સુધી ફરવા જવું પડે છે અને જગ ચોર્યાસીના ફેરાથી કંટાળેલા વેપારીઓએ હવે આ મુદ્દે લડત આપવા નક્કી કર્યું છે.મોરબીની સિરામિક ટ્રેડિંગની સૌથી મોટી માર્કેટ ગણાતી શક્તિ ચેમ્બર નજીક બની રહેલ ઓવર બ્રિજનું કામ લાંબા સમયથી પૂર્ણ થતું નથી તેવામાં હાઇવે ઓથોરિટી દ્વારા અવાર નવાર અહીનું ડીવાઈડર બંધ કરી દેવામાં આવતું હોય વેપારીઓ અને ગ્રાહકોને રસ્તો ક્રોસ કરવા માટે છેક લાલપર સુધી જવું પડે છે જેથી વેપારીઓએ માંગણી ઉઠાવી છે કે માત્ર કાર અને બાઇક નીકળી જાય એટલી વ્યવસ્થા તંત્ર કરે તો લોકો ના સમય અને પેટ્રોલની બચત થાય જો આ અંગે તંત્ર યોગ્ય નિર્ણય નહિ લે તો આગામી સમયમાં અહીના વેપારીઓ એક થઈ આગળની કાર્યવાહી કરતા અચકાશે નહિ તેવી ચીમકી ઉચારી છે.