તા. 16 ડિસેમ્બર : પાકિસ્તાની સેના સામે ભારતીય સેનાની જીતની યાદમાં દર વર્ષે 16 ડિસેમ્બરને ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છેભારતની જીત બાદ પાકિસ્તાનથી અલગ થડી બાંગ્લાદેશ વિશ્વના નકશા પર ઉભરી આવ્યુંમોરબી : તા. 16 ડિસેમ્બરનો દિવસ ભારતીય સૈનિકોની બહાદુરીની સાક્ષી આપે છે. આ દિવસ ભારતીય સેનાની બહાદુરીની ગાથા જણાવે છે. પાકિસ્તાન સાથેના આ યુદ્ધમાં ભારતના સેંકડો સૈનિકો શહીદ થયા હતા, પરંતુ જ્યારે પાકિસ્તાનની આખી સેનાએ ભારતના બહાદુર સપૂતો સામે આત્મસમર્પણ કર્યું ત્યારે સમગ્ર વિશ્વએ ભારતના બહાદુર સપૂતોને સલામ કરી હતી. ત્યારથી દર વર્ષે વિજય દિવસ ઉજવવામાં આવે છે. દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી કે જ્યાં કોઈ દેશની સેનાના 90 હજારથી વધુ સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હોય. ભારતીય સેનાની સામે પાકિસ્તાન સેના પણ આવી જ રીતે ઝૂકી ગઈ હતી અને ત્યારબાદ આ યુદ્ધ સમાપ્ત થયું હતું.યુદ્ધની શરૂઆત 03 ડિસેમ્બરે પાકિસ્તાન તરફથી ભારતીય વાયુ સેનાના 11 સ્ટેશનો પર હુમલો કર્યા બાદ થઈ હતી. પાકિસ્તાનની આ નાપાક હરકત બાદ ભારતે બંગાળી રાષ્ટ્રવાદી જુથોનું સમર્થન શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનમાં અત્યાચાર સામે ઝઝુમી રહેલા લોકોને ભારતે મદદ કરવા બદલ પાકિસ્તાન ઘાંઘુ બની ગયું હતું. 1970માં પાકિસ્તાનમાં ચૂંટણી બાદ કેટલીક વસ્તુઓ બદલી અને હાલાત બગડ્યા બાદ પાકિસ્તાનમાં યુદ્ધની સ્થિતિ ઉભી થઈ.03 ડિસેમ્બરે પાકિસ્તાને 11 ભારતીય એરફિલ્ડ પર હુમલો કર્યો હતો. જેના વળતા જવાબમાં ભારતે પાકિસ્તાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ ભારત સરકારે ‘પૂર્વ પાકિસ્તાન’ના લોકોને બચાવવા માટે ભારતીય સેનાને પાકિસ્તાન સામે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો. ભારત તરફથી આ યુદ્ધની આગેવાની ફિલ્ડ માર્શલ માણેકશા કરી રહ્યા હતા.પાકિસ્તાન સામેના આ યુદ્ધમાં ભારતના 1400થી વધુ સૈનિકો શહીદ થયા હતા. ભારતીય સૈનિકોએ પૂરી બહાદુરી સાથે આ યુદ્ધ લડ્યું અને પાકિસ્તાની સેનાને હરાવી દીધી. આ યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યુ હતુ. આ પછી 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના વડા જનરલ એ. એ. ખાન નિયાઝીએ લગભગ 93,000 સૈનિકો સાથે ભારત સમક્ષ આત્મસમર્પણ કર્યું. આમ, પાકિસ્તાની સેના સામે ભારતીય સેનાની જીતની યાદમાં દર વર્ષે 16 ડિસેમ્બરને ‘વિજય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને સમગ્ર દેશ આ યુદ્ધમાં શહીદ થયેલા મહાન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપે છે.ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું પરિણામભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાન હારી ગયું હતું. ભારતીય સેનાના જવાનો સામે પાકિસ્તાની સેનાએ કોઈપણ શરત વિના સરેન્ડર કર્યુ હતું. પાકિસ્તાનના જનરલ અમીર અબ્દુલા ખાનના નેતૃત્વમાં લગભગ 93000 પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યુ હતું. નોંધનીય છે કે આ યુદ્ધ બાદ જ પાકિસ્તાનથી અલગ થઈ બાંગ્લાદેશ અલગ દેશ બન્યો હતો. પૂર્વી પાકિસ્તાન આઝાદ થયા બાદ નવા દેશનું નિર્માણ થયું હતું. પાકિસ્તાન વિરુદ્ધ જંગમાં જીત અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત 16 ડિસેમ્બરે 'વિજય દિવસ' તરીકે ઉજવણી કરે છે. આજની તારીખે બાંગ્લાદેશમાં જાહેર રજા હોય છે.યુદ્ધનું કારણવર્ષ 1971 પહેલા બાંગ્લાદેશ પાકિસ્તાનનો એક ભાગ હતો, જેને ‘પૂર્વ પાકિસ્તાન’ તરીકે ઓળખવામાં આવતો હતો. પાકિસ્તાન ભારતની પૂર્વ દીશામાં આવેલા ‘પૂર્વ પાકિસ્તાન’ના લોકો પર ભારે અત્યાચાર અને શોષણ કરતુ હતું. ભારતે પાકિસ્તાની સેના દ્વારા ‘પૂર્વ પાકિસ્તાન’માં લોકો પર થતા અત્યાચારનો વિરોધ કર્યો અને પૂર્વ પાકિસ્તાનના લોકોને સમર્થન આપ્યું. તે સમયે પાકિસ્તાનના લશ્કરી અધિકારી જનરલ અયુબ ખાન સામે ‘પૂર્વ પાકિસ્તાન’માં ભારે અસંતોષ હતો. ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થતાં ભારતની જીત બાદ બાંગ્લાદેશ વિશ્વના નકશા પર ઉભરી આવ્યું.