15 ડિસેમ્બર : આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિમોરબી : આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને અખંડ, સ્વતંત્ર ભારતના એકીકરણનું નેતૃત્વ કર્યું. ભારત અને દુનિયાભરમાં તેઓ સરદારના નામથી સંબોધાય છે. તેમજ એના દ્રઢ મનોબળ ના કારણે લોખંડી પુરુષ તરીકે પણ ઓળખાય છે.સરદાર પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. તેમનો ઉછેર ગુજરાતના કરમસદ ગામમાં થયેલો અને તેમની શિક્ષા મુખ્યત્વે સ્વ-અભ્યાસથી થઈ હતી. વલ્લભભાઈ પટેલ એક વકીલ હતા. અને તેમની સફળ વકીલાત દરમિયાન તેઓ મહાત્મા ગાંધીના કામ અને વિચારધારાથી ઘણા પ્રભાવિત થયા હતા. ત્યારબાદ તેમણે ગુજરાતના ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગઠિત કરી, અંગ્રેજોના અત્યાચાર સામે સત્યાગ્રહો કર્યા. તેમની આ ભૂમિકાના લીધે તેમની ગણના ગુજરાતના પ્રભાવશાળી નેતામાં થઇ. ત્યારબાદ તેમણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ પણ કર્યું અને બળવાઓ તથા રાજકીય ઘટનાઓમાં આગેવાની કરી.તેમણે વર્ષ ૧૯૩૪ અને વર્ષ ૧૯૩૭ની ચૂંટણીમાં પાર્ટીને સંગઠિત કરી અને તેમણે ભારત છોડો આંદોલનમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ભારતના પહેલા ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. અને દેશભરમાં શાંતિની પુન:સ્થાપના માટે પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું હતું.સરદાર પટેલનું નિધનસરદારની તબિયત વર્ષ ૧૯૫૦ના ઉનાળા દરમિયાન બગડતી ગઈ. તેમને પછીથી ઉધરસમાં લોહી નીકળતું હતું અને ત્યારે મણીબેને તેમની મંત્રણાઓ તેમજ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરાવ્યા હતો તથા સરદારની દેખરેખ માટે વ્યક્તિગત વૈદ્યકીય મદદ તથા પરીચારકોનો પ્રબંધ કરાવ્યો હતો. પશ્ચિમ બંગાળના ગર્વનર તથા ડોક્ટર બિધાન રોયએ સરદારને તેમના અનિવાર્ય અંતની બાબતમાં રમુજ કરતા સાંભળ્યા હતા તેમજ એક ખાનગી મંત્રણા વખતે સરદારે તેમના મંત્રીય સહકાર્યકર ન. વ. ગાડગીલને નિખાલસતાથી કહ્યું હતું કે પોતે લાંબુ જીવશે નહીં.બીજી નવેમ્બરથી કે જ્યારે સરદાર વારંવાર શુદ્ધિ ખોઈ બેસતા હતા, ત્યારથી તેમની હિલચાલ તેમના પલંગ સુધી સીમિત રાખવામાં આવી હતી. ૧૨ ડિસેમ્બરે જ્યારે તેઓ તેમના મુંબઈ સ્થિત દિકરા, ડાહ્યાભાઈના ઘરે આરામ કરવા વિમાન પ્રવાસ કરવાના હતા ત્યારે તેમની તબીયત નજુક હતી અને નેહરુ તેમજ રાજગોપાલાચારી તેમને વિમાનમથકે મળવા ગયા હતા.૧૫ ડિસેમ્બર ૧૯૫૦ના દિવસે તેમને મોટા હ્રદય હુમાલો થયો હતો. જેના લીધે તેમનુ દેહાંત થયું હતુ. તે દિવસે અભુતપુર્વ તેમજ અનન્ય ઘટનામાં ભારતીય સનદી સેવા તેમજ પોલીસ સેવાના ૧૫૦૦ અધિકારીઓ સરદારના દિલ્હી સ્થીત તેમના રહેઠાણે તેમના દેહાંતના દુ:ખમાં સહભાગી થવા મળ્યા હતા અને તેઓએ પ્રણ લીધું હતું કે તેઓ ભારતની સેવા ‘પુર્ણ વફાદારી તેમજ અવરિત ઉત્સાહ’ સાથે કરશે. સરદારનો અગ્નિદાહ મુંબઈના સોનાપુર સ્થિત સ્મશાનગૃહમાં કરવામાં આવ્યો હતો અને ત્યાં મોટો જનસમુદાય તેમજ નેહરુ, રાજગોપાલાચારી અને રાષ્ટ્રપતિ પ્રસાદ હાજર હતા.