માળીયાના કાજરડા ગામનો યુવાન મંગેતર સાથે મેળો માણી સુરજબારી ઘેર પરત મુકવા જતા સમયે ત્રિપલ સવારી બાઇકને અકસ્માત નડ્યોમોરબી : ન જાણ્યું જાનકી નાથે સવારે શુ થવાનું છે... ઉક્તિ મુજબ માળીયા તાલુકાના કાજરડા ગામનો યુવાન મેળામા ફરવા જવા માટે પોતાની મંગેતર અને સાળીને કાજરડા ગામે લાવ્યા બાદ મેળો માણી પરત જતો હતો ત્યારે કાળમુખા ડમ્પર ચાલકે ત્રિપલ સવારી બાઇકને ઠોકર મારતા મંગેતરની નજર સામે જ ભાવી પત્ની અને સાળીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ગંભીર અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના કાજરડા ગામે રહેતો અને સીએનજી પંપમા ઓપરેટર તરીકે નોકરી કરતા અકબર ગફુરભાઈ માણેકે માળીયા પોલીસ મથકના ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, પોતાના ગામના આવેલ સલમાનપીરની જગ્યામાં મેળો યોજાયો હોવાથી અકબર સુરજબારી ગામે તેની સગાઇ થઈ હોવાથી વાગદાતા મુશ્કાન સિકંદરભાઇ મુલા અને તેની સાળી જશીબેન સિકંદરભાઈ મુલ્લાને મેળામાં ફરવા માટે બાઈક લઈને તેડવા ગયો હતો અને સાંજે મેળો માણી પોતાની વાગદાતા અને સાળીને પરત મુકવા જતો હતો ત્યારે દેવ સોલ્ટ નજીક મોરબી તરફથી આવતા જીજે - 12 - બીઝેડ - 9164 નંબરના ડમ્પર ટ્રકે ઠોકર મારતા મુશ્કાન અને જસીબેનને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ બાદ ડમ્પર ચાલક ડમ્પર રેઢું મૂકી નાસી જતા અકબરની ફરિયાદને આધારે માળીયા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.