નવા બસસ્ટેન્ડમાંથી મળી આવેલું પાકીટ મૂળ માલિકને પરત કર્યુંમોરબી : મોરબીમાં હોમગાર્ડના જવાને પ્રામાણિકતા દાખવી નવા બસસ્ટેન્ડમાંથી મળી આવેલું પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા દર્શાવી છે.આજરોજ મોરબીના નવા બસસ્ટેન્ડના પ્લેટફોર્મ નંબર 2 ઉપર બેઠેલા એક ભાઈ બાંકડા ઉપર પોતાનું પાકીટ ભૂલી ગયા હતા. જ્યાં હોમગાર્ડમાં ફરજમાં રહેલા એસ.ટી.ગોસાઈની નજર પડતા પાકીટ લઈ સામે ઊભેલી ધાંગધ્રા વાળી બસમાંથી જે કોઈનું પાકીટ હોય તેને લઈ જવા જાહેરાત કરી હતી. ત્યારે પાકીટ ભૂલી ગયેલ વ્યક્તિની ખરાઈ કરી 6 થી 7 હજાર રોકડા રૂપિયા, આધાર કાર્ડ અને અગત્યના ડોક્યુમેન્ટ વાળુ પાકીટ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાના દર્શન કરાવ્યા હતા.