મોરબી : મોરબીની સબજેલમાં વિવિધ ગુન્હાઓના આરોપમાં સજા ભોગવતા કેદીઓના આરોગ્યનું નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં જરૂર જણાય તેમની સારવાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.મોરબીની સબજેલ ખાતે અલગ અલગ ગુન્હાઓના આરોપ હેઠળ સજા ભોગવતા બંદીવાન ભાઈઓની આરોગ્ય ચકાસણી કરવા માટે આજે જનરલ બીમારી તેમજ ચામડીના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન સારવાર માટે મેડિકલ કેમ્પનું સિવિલ હોસ્પિટલ -મોરબીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પને સફળ બનાવવા જેલ અધિક્ષક ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા સહિત તમામ જેલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.