મોરબી : લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં કોંગ્રેસ સક્રિય બની છે અને ઓલઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી.વેણુગોપાલ દ્વારા પોલિટિકલ અફેર્સ કમિટી બનાવવામાં આવી છે જેમાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહમદ જાવીદ પીરઝાદાની નિમણુંક કરવામાં આવતા મોરબી કોંગ્રેસ અગ્રણીઓએ નિમણુંકને વધાવી પૂર્વ ધારસભ્યને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી.