મોરબી : શિક્ષણમાં સતત સુધારણા વચ્ચે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ આપવાના ઉદેશ્ય સાથે મોરબી જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અને મોરબી જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા તા. 17 ને રવિવારે સવારે 10:45 કલાકે પાંચમું શૈક્ષણિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.શૈક્ષણિક અધિવેશનમાં શિક્ષણનાં સ્તરને ઉચ્ચકોટી તરફ લઈ જવા માટે ચિંતન તેમજ મનન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સવારે 8:30 કલાકે રજીસ્ટ્રેશન કરવામાં આવશે ત્યારપછી સવારે 9:30 કલાકે ઉદધાટન સત્ર યોજાશે અને સવારે 10:45 થી 1 વાગ્યા સુધી શૈક્ષણિક સત્ર યોજાશે. આ કાર્યક્રમના ઉદઘાટન અને અધ્યક્ષ ગુજરાત રાજ્ય ઉ.મા.શિ.સંઘ- મહામંડળના પ્રમુખ ભરતકુમાર આર. પટેલ રહેશે. તેમજ કાર્યક્રમમાં ગુ.સ.મા.અને ઉ.મા.શિ.બોર્ડ- ગાંધીનગરના મેમ્બર મુકેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય શાળા ઉ.મા.શિ.સંઘ- મહામંડળના મહામંત્રી સુનિલકુમાર એન. જોશી, મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયા, અજયભાઈ લોરીયા, કે. આર. પડસુંબીયા, કે. બી. ઉભડીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે.આ અધિવેશનના કન્વીનર તરીકે મોરબી સ.વ.પ.કન્યા વિદ્યાલયના મહેન્દ્રભાઈ વી. કચોટ રહેશે. આ શૈક્ષણિક અધિવેશનમાં મોરબી જીલ્લાના શિક્ષકોને ઉપસ્થિત રહેવા મોરબી જીલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જીલ્લા ઉ.મા.શિક્ષકસંઘના પ્રમુખ ભગવાનભાઈ કુંભરવાડીયા, મંત્રી વિશાલભાઈ ગોઘાણીએ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.