મોરબી : મોરબીના રફાળેશ્વર અને મકનસર વચ્ચે આજે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. કારના આગળના ભાગે ડમ્પર ટકરાતા કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે.જાણવા મળતી વિગતો મુજબ રફાળેશ્વરથી મકનસર વચ્ચે કાર અને ડમ્પરના અકસ્માત સર્જાયો હતો જો કે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. અકસ્માતમાં કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો છે. અકસ્માતમાં મુસાફરને સામાન્ય ઈજા પહોંચી હતી.