પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે ૧૮ ફેબ્રુઆરીએ યોજાશે લગ્નોત્સવ : ૧૮ ડિસેમ્બરથી ફોર્મ વિતરણ શરૂમોરબી : વર્ષ ૧૯૯૬થી કાર્યરત ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે દાયકાથી શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરી રહી છે. ત્યારે પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓના શિક્ષણના લાભાર્થે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.ડો. બાબા સાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર તેમજ મંત્રી કેશુભાઈ ચાવડાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે પિતાની છત્ર છાયા ગુમાવનાર વિદ્યાર્થીઓને ફ્રીમાં શિક્ષણ આપી શકાય તે માટે ૧૧ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ છે. આ લગ્નોત્સવ બાદ વધતા દાનને માત્રને માત્ર પિતા વગરના બાળકોના અભ્યાસમાં ઉપયોગ લેવામાં આવશે.આ સમૂહ લગ્નોત્સવનો લાભ લેવા માંગતા મોરબી જિલ્લાના કોઈ પણ જ્ઞાતિના પરિવારજનો આગામી ૧૮-૧૨-૨૦૨૩થી સવારે ૧૦ થી ૧ દરમિયાન પ્રાગટ્ય ક્લિનિક, આંબેડકર કોલોની, રોહીદાસ પરા મેઈન રોડ, મોરબી ખાતેથી ફોર્મ મેળવી શકશે. વધુ માહિતી માટે ટ્રસ્ટ ના પ્રમુખ જમનાદાસભાઈ ટપુભાઈ પરમાર - ૯૬૨૪૬૮૬૭૧૮ તેમજ મંત્રી કેશુભાઈ ચાવડા - ૬૩૫૨૮૮૩૭૭૨નો સંપર્ક કરવો.