મોરબી : એમ.પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલના નિરુપમાબેન મનહરલાલ રાવલ તેમજ નર્મદાબેન રાવલના જન્મ દિવસ નિમિતે ડો હસ્તી મેહતા દ્વારા ૧૨૧મા એક દિવસીય આરોગ્ય કેમ્પનું આયોજન બોડાસર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.જેમાં ૧૦૦ આસપાસ બાળકો તેમજ તેમના પરિવારજનોનું વજન કરી, જરૂરત મૂજબ બીપી તેમજ બ્લડ સુગર ફ્રી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવેલ.આ કેમ્પને સફળ કરવામાં શાળાના સ્ટાફ મેમ્બર જીગર ભટ્ટ, ગોપાણી ભાઈ ,ધર્મિષ્ઠાબેન ચત્રોલાએ જહેમત ઉઠાવેલ. કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિભાઈ દેસાઈ, કૌશિકાબેન રાવલ તથા તોષાબેન રાવલે સેવા આપી હતી.