મોરબી : આર્યાવર્ત એજ્યુકેશન એકેડેમી ખાતે અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા દિલીપદાદા દેશમુખ દ્વારા નર્સિંગ તેમજ હોમીયોપેથીના વિદ્યાર્થીઓને અંગદાન વિશે તેમજ શરીરના અંગોના મહત્વ અંગે માહિતગાર કરી જાગૃત કરાયા હતા.