પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના વિશ્વકર્માઓના જીવનમાં અમૂલ્ય પરિવર્તન લાવશે : નિર્મલ જારીયામોરબી : મોરબી જિલ્લા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલ જારીયાએ વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીએ શરૂ કરેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો લાભ વધુમાં વધુ લોકો લે તેવી અપીલ કરી છે.પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય યોજના થકી દરજી, વાળંદ(નાઇ), કુંભાર, કડિયા, લુહાર, સુથાર, મોચી વગેરે સમાજના કારીગરોના સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. તેમના વેપારમાં વૃદ્ધિની શૃંખલાને આગળ વધારવા અને સક્ષમ બનાવવા માટે શરૂઆતથી માંડી અંત સુધી સર્વગ્રાહી સહાય પ્રધાન થશે. જેથી તેમની સામાજિક, આર્થિક સ્થિત તેમજ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો થશે. આ યોજનમાં પાત્રતા ચકાસ્યા બાદ તબક્કાવાર આ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ મળશે. હાલ મોરબી જિલ્લામાં રજિસ્ટ્રેશન ચાલુ હોય આ માટે કોમન સર્વિસ સેન્ટર(CSC ) માંથી કારીગરો રજિસ્ટ્રેશન કરાવી સરકારની યોજનાનો લાભ મેળવવા અપીલ કરી છે.