મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2019ના મારામારીના ગુન્હામાં નાસતા ફરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને સિક્યુરિટીના ધંધાર્થી આરોપી સંતોષ રામાધીન શાસ્ત્રી નામના શખ્સને મોરબી એલસીબી-પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીને આધારે સેલવાસના સાયલી ગામેથી ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકને હવાલે સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.