મોરબી : મોરબીમાં રોજગાર અને લગ્નની લાલચે ઝારખંડથી લવાયેલ બે કિશોરીને ટીમ અભયમે સુરક્ષિત આશ્રયસ્થાન અપાવી બન્નેના માતાપિતાને જાણ કરી હતી.મોરબી અભયમ ટીમને ગઈકાલે કિશોરીનો ફોન આવેલ કે લગ્નની તેમજ કંપનીમાં કામ કરવાની લાલચ આપી બન્ને કિશોરીને મોરબીમાં મૂકીને જતા રહેલ છે માટે મદદની જરૂર છે. જ3 બાદ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ભારતીબેન પાયલોટ પ્રદીપભાઈ ઘટના સ્થળે પહોંચી બન્ને કિશોરીઓને સાંત્વના આપી કિશોરીઓનું કાઉન્સલિંગ કરતા તેમણે જણાવેલ કે તેઓ ઝારખંડના હોય ત્યાંના એક યુવક સાથે થોડા ટાઈમ થાય ફોન દ્વારા વાતો કરતા હોય ત્યારબાદ તે યુવક કિશોરીને તેમજ તેમની બહેનને લગ્ન તેમજ કંપનીમાં કામ કરવાની લાલચ આપી ઘરેથી લઈ આવેલ હોય અને અહીંયા લાવી મૂકીને જતા રહેલ હતો.ત્યારબાદ બંને કિશોરીને સલાહ સુચન માર્ગદર્શન કાયદાકીય માહિતી આપેલ અને સમજાવેલ કે હવે પછી માતા પિતાને જાણ કર્યા વગર ઘરેથી નીકળશે નહીં તેમજ કોઈપણ અજાણી વ્યક્તિ જોડે આવી રીતે ઘરેથી ના નીકળવા માટે સમજાવેલ ત્યારબાદ તેમના માતા-પિતાનો ફોન દ્વારા કોન્ટેક કરવાના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમનો ફોન બંધ આવતો હોવાથી બંને કિશોરીને હાલ આશ્રય તેમજ લાંબા ગાળાનું કાઉન્સિલિંગની જરૂર હોવાથી બન્ને કિશોરીને સખી વન સ્ટોપ સેન્ટરમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં આવતા બન્ને કિશોરીઓએ 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ હતો.