સગીરાનું અપહરણ કરનાર આરોપી સગીરા સાથે હાજર થતા કાનૂની કાર્યવાહીમોરબી : મોરબી શહેરના વાડી વિસ્તારમાં જે કન્યા માટે માંગુ આવ્યું હતું તે મુરતિયો જ સગીરાનું અપહરણ કરીને નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આરોપી સામેથી પોલીસ મથકે હાજર થતા પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના શનાળા રોડ ઉપર બુટાની વાડી વિસ્તારમાં રહેતી સગીરાનું અગાઉ જે મુરતિયાનું માંગુ આવ્યું હતું તે મોરબીમાં સિદ્ધનાથ સ્ટુડિયો ધરાવતો આરોપી અરવિંદ અવચરભાઈ પરમાર રહે.મોર ભગતની વાડી મોરબી વાળો ગત તા.30ના રોજ અપહરણ કરીને લઈ જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી જે બાદ આરોપી અરવિંદ અને સગીરા પોલીસ મથકે સામેથી હાજર થતા પોલીસે કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.