યોગેશ પરમાર અને ધ્રુમિલ ભાગ્યાએ પોતાની આગવી સૂઝબૂઝથી સાયકલિંગ વિથ વોટરીંગ કૃતિ બનાવી હતીમોરબી : ટંકારા તાલુકાના મિતાણા ગામની બહુચર વિદ્યાલયના બે બાળકોએ બનાવેલ સાયકલિંગ વિથ વોટરીંગ કૃતિએ જિલ્લાકક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે અને રોજબરોજની સમસ્યાઓનો પોતાનામાં રહેલ આગવી સૂઝથી ઉકેલ મેળવતા થાય તે માટે દર વર્ષે જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં સહયોગથી બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે બહુચર વિદ્યાલય - મિતાણા તા.ટંકારા શાળાની કૃતિ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લા કક્ષાનાં પ્રદર્શન માટે પસંદગી પામી હતી.આ જિલ્લા કક્ષાનું પ્રદર્શન તા. 13 થી 15 ડિસેમ્બરના રોજ હળવદ તાલુકાની તક્ષશિલા વિધાલય ખાતે યોજાયું હતું. જેમાં બહુચર વિદ્યાલય મીતાણાના બાળકો પરમાર યોગેશ શંકરભાઈ અને ભાગ્યા ધ્રુમિલ દ્વારા બનાવેલ સાયકલિંગ વિથ વોટરીંગ કૃતિ ઝોન કક્ષા માટે પસંદગી પામેલ છે. જરૂરી માર્ગદર્શન ગણેશભાઈ દેવડા, રમેશભાઈ ઢેઢી,તથા શાળાના આચાર્ય પ્રવીણચંદ્ર બી વાટકિયા દ્વારા આપવામાં આવ્યું હતું.