મોરબી : મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર નજીક એક ટ્રકનું ટાયર ફાટતા તે સળગી ઉઠ્યો હતો. આ મામલે ફાયર વિભાગને જાણ થતાં તુરંત જ ટિમ દોડી આવી હતી. અંદાજે દોઢ કલાકની મહેનત બાદ ફાયરની ટીમે આ આગ બુઝાવી હતી. બીજી તરફ આ આગને કારણે હાઇવે ઉપર ટ્રાફિકને પણ અસર થઈ હતી.