મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા બહેનો માટે બ્રેસ્ટ કેન્સર અને મેનોપોઝની જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ અવેરનેસ સેમિનારમાં દેવશ્રી હોસ્પિટલના ડો. દેવીનાબેન અખાણી દ્વારા પોતાના બહોળા અનુભવથી બ્રેસ્ટ કેન્સર અને મેનોપોઝ દરમિયાન કઈ રીતે કાળજી લેવી તે સરળ અને સાદી ભાષામાં સમજાવ્યું હતું. આ સેમિનારમાં ઘણાં બહેનોએ પોતાને મુંઝવતા પ્રશ્નો વિશે પણ માહિતી મેળવી હતી. આ સેમિનારમાં 100 થી વધારે બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બંને વિષયો પર ઉંડાણપૂર્વક માહિતી મેળવી હતી.