મોરબી : મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા એમ.પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં 300 વિદ્યાર્થીઓની મેગા નવચેતના શિબિર યોજાઈ હતી. જેના ટીચર યોગેશભાઈ હિરાણી, જલ્પાબેન હીરાણી & પારુલબેન ચાવડા હતા. શિબિરના અંતે દાતા નરેન્દ્રભાઈ પોપટ અંતે પરસોત્તમભાઈ કારીયા દ્વારા બધા વિદ્યાર્થીઓને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી મહારાજના ફોટા વાળા ફુલ સ્કેપ ચોપડા આપી આશીર્વાદ વચન આપ્યા.ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિપ્તીબેન અગ્રાવત તેમજ પુરા સ્ટાફનો ખૂબ સહયોગ રહ્યો.પ્રિન્સિપાલ દિપ્તીબેને જણાવેલ અમારી હાઈસ્કૂલમાં આર્ટ ઓફ લિવિંગની ત્રણ દિવસીય શિબિર યોગેશભાઈ હિરાણી સાથે અન્ય ટીચરો તેમજ વોલીએન્ટર દ્વારા આયોજિત થઈ હતી તો તેમાં અમારી શાળાની બધી વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ દિવ્ય શાંતિ પ્રેમ આનંદનો અનુભવ કરી ગુરુદેવનું જીવનને ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત કર્યું.