મોરબી : મૂળ બગથળા ગામના વતની અને હાલમાં મોરબી શહેરમાં વસવાટ કરતાં સર્વે જ્ઞાતિના પરિવારોના ગૃપ દ્વારા દર વર્ષે સ્નેહમિલન, ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું તેમજ અન્ય સામાજિક કાર્યોક્રમોનું આયોજન કરવામાં આવે છે. આજે પણ 27 વર્ષ બાદ એટલા જ ઉત્સાહભેર કાર્યક્રમોનું આયોજન થાય છે. ત્યારે બગથળા સોશિયલ ગ્રુપ- મોરબી દ્વારા 28મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ, ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તારીખ 31 ડિસેમ્બરને રવિવારના રોજ કરવામાં આવ્યું છે.આગામી તા.31 ડિસેમ્બરને રવિવારે બપોરના 3.00 કલાકે મોરબીના એસપી રોડ પર આવેલા પ્રભુરત્ન પાર્ટી ખાતે શ્રી નકલંક મંદિર- બગથળાના મહંત દામજી ભગતના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવશે અને તેઓ આશીર્વાદ પાઠવશે. આ કાર્યક્રમમાં ધોરણ - 1 થી કોલેજ સુધીના બાળકોને ઇનામી આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. તેમજ બાળકો અને મોટેરામાં રહેલ સુષુપ્ત શક્તિને બહાર લાવવાના ભાગ રૂપે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં આ વર્ષે કુલ 12 આઇટમો અને 65 બહેનો-બાળકો પોતાની આઇટમો રજૂ કરશે. તો બગથળાના તમામ લોકોને આ કાર્યક્રમમાં હાજરી આપવા જણાવાયું છે અને નવા પરિવારોને પણ સભ્ય બનવા આમંત્રણ પાઠવાયું છે. જે દંપતી 2 થી 3 વાગ્યા દરમિયાન કાર્યક્રમમાં પ્રવેશ મેળવશે તેઓ માટે સરપ્રાઈઝ ગિફ્ટ રાખવામાં આવી છે. કાર્યક્રમ પૂર્ણ થયે સૌ માટે સમૂહ ભોજનનું આયોજન કરાયું છે. વધુ માહિતી માટે કિશોરભાઈ મેરજા (મો.૯૯૭૮૯ ૬૧૬૧૪), દિનેશભાઈ જી .ઠોરિયા(મો ૯૮૭૯૫ ૯૭૦૦૫), એ.કે ઠોરિયા (મો૯૨૬૫૩૨૭૭૮૮) અને ધરતીબેન બરાસરા (મો. ૯૮૨૫૯ ૪૧૭૦૪)નો સંપર્ક કરવા જણાવાયું છે.