કલબના મેમ્બર્સ, સહયોગી તેમજ પત્રકારોનું બહુમાન કરાયુંમોરબી : મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વિક્રમ સંવત 2080 ને આવકારવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના પત્રકાર ભાઈઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું અને સાથે ક્લબના સહયોગીઓનું પણ આ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે દરેક ક્લબ મેમ્બર્સનું પણ સન્માન પત્રક આપીને સન્માન કરવામાં આવ્યું હતું.મેમ્બર્સએ જુદી જુદી ગેમ્સ અને પર્ફોમન્સ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમની ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી. આ કાર્યક્રમમાં ક્લબના નેશનલમાંથી ચેરમેન અક્ષયભાઈ ઠક્કર, પાસ્ટ નેશનલ ચેર પર્સન આશાબેન પંડ્યા, ચીફ પેટ્રોન હિતેશભાઈ પંડ્યા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલાએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ સાથે દાતાઓ ગિરીશભાઈ સરૈયા, જીતસર વરસોલા, ડોક્ટર શૈલેષભાઈ પટેલ વગેરે મહેમાનોએ હાજરી આપી હતી. મોટી સંખ્યામાં ક્લબ મેમ્બરોએ પણ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ તકે પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચાએ પત્રકારો દાતાઓ અને મહેમાનોનો આભાર માન્યો હતો.