મોરબી : મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સીરામીક સામે શાકભાજીના થળા પાસે રમી રહેલ શ્રમિક પરિવારના નવ વર્ષના બાળકને બાઇક ચાલકે હડફેટે લેતા બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માત સર્જી બાઈક ચાલક ઘટના સ્થળેથી નાસી ગયો હતો.અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાટીયા ગામના વતની અને મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સોફાઈ ગોડાઉનની ઓરડીમાં રહેતા કરશનભાઇ કાળુભાઇ ડફેરના પુત્ર મનીષને ગત તા.4ના રોજ બાઈક નંબર જીજે-૩૬-એજી-૦૭૭૮ના ચાલકે જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સીરામીકની સામે મેઘ સીરામીક તરફ જતા રસ્તાના ખૂણે આવેલ શાકભાજીના થડા પાસે હડફેટે લઈ માથાના પાછળના ભાગે ઇજા પહોંચાડતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિ. ખાતે સારવારમાં દાખલ કરેલ હતો. જ્યાં ચાલુ સારવારમાં તા.૦૭ ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ બાઈક ચાલક નાસી જતા મૃતકના પિતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ ચલાવી છે.