મોરબી : મોરબી શહેરના મંગલભુવન પાસે આવેલ જલારામ પેલેસ એપાર્ટમેન્ટની બહાર પાર્કીંગમાથી અજાણ્યો તસ્કર વિનોદભાઇ કિશોરભાઇ ભારવાણીનું રૂપિયા 40 હજારની કિંમતનું બાઈક ચોરી જતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.