માળીયાના ખાખરેચી ગામે ખેતમજૂરી કરતા પરિવારમાં બનેલી ઘટનામાં મોરબી સ્પેશિયલ એટ્રોસીટી કેસનો ચુકાદોમોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામે ખેતમજૂરી કરવા આવેલ છોટા ઉદેપુર જિલ્લાના શ્રમિક પરિવારના જમાઈના ભાઈએ સાસુ સાથે આડા સંબંધમાં સાસુએ સાથે જવાની ના પાડતા ધરાર પ્રેમી એવા જમાઈના ભાઈએ કોશના ઘા ઝીકી મહિલાની હત્યા કરી નાખવાના ચકચારી બનાવના નામદાર મોરબી સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટ દ્વારા બન્ને આરોપીઓને સાત વર્ષની કેદ અને દસ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2021મા માળીયા તાલુકાના ખાખરેચી ગામે ખેતમજૂરી કરવા આવેલ રણજીતભાઈ બામેટિયાભાઈ વસાવાના પત્ની શારદાબેન સાથે આરોપી ભુપતભાઇ સવાભાઈ વડેચાને આડાસંબંધ હોય આરોપી ભુપતભાઇ શારદાબેનને વિરમગામ લઈ ગયો હતો અને બાદમાં શારદાબેન પરત ખાખરેચી આવી જતા પતિ રણજીતભાઈની હાજરીમાં જ આરોપી ભૂપતભાઈએ ફરી શારદાબેનને વિરમગામ આવવા દબાણ કરતા શારદાબેને ઇનકાર કરતા આરોપી ભુપતભાઇ તેમજ તેનો ભાઈ અને શારદાબેન તેમજ રણજીતભાઈનો જમાઈ એવા આરોપી બીજલ સવાભાઈ વડેચાએ એક સંપ કરી શારદાબેનને લોખંડની કોશ વડે હુમલો કરી માથામાં તેમજ હાથમાં ઇજાઓ પહોંચાડતા શારદાબેનનું મૃત્યુ નિપજતા માળીયા પોલીસ મથકમાં આરોપી ભુપતભાઇ સવાભાઈ વડેચા અને બીજલ સવાભાઈ વડેચા રહે.ઝીંઝુવાડા, સુરેન્દ્રનગર વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.જે અંગેનો કેસ ચાલી જતા નામદાર મોરબી સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટના જજ વિરાટ એ.બુદ્ધ સાહેબે 12 મૌખિક અને 44 દસ્તાવેજી પુરાવાઓ તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલો ધ્યાને લઇ આરોપી ભુપતભાઇ સવાભાઈ વડેચા અને બીજલ સવાભાઈ વડેચા રહે.ઝીંઝુવાડા, સુરેન્દ્રનગર વાળાઓને તકસીરાવાન ઠેરવી બન્નેને સાત વર્ષની કેદ તેમજ 10- 10 હજારનો દંડ ફટરકારતો હુકમ કર્યો હતો.