વીજ ચોરીમાં હળવદ મોખરે : 35 ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરાયુંહળવદ : હળવદ પંથકમાં થતી બેફામ વીજ ચોરીને લઈ પીજીવીસીએલની ટીમો દ્વારા વ્યાપક પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા છે.જેમાં છેલ્લા બે દિવસમાં ૬૮.૫૫ લાખની વીજ ચોરી ઝડપાઈ છે. જેના કારણે વીજ ચોરોમાં ફાફડાટ ફેલાયો છે.ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ આવતા હળવદ પંથકમાં વિજિલન્સની ૩૫ ટીમો દ્વારા શહેર અને ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ગઈકાલે ધનાળા ગામે રેતીના વોસ પ્લાન્ટમાંથી ૪૬ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપી લીધી હતી.સાથે જ આજે બુધવારે પણ વહેલી સવારે હળવદ શહેર અને તાલુકાના શક્તિનગર તેમજ ટીકર ગામે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં શક્તિનગર પાસે આવેલ પેટ્રોલ પંપ તેમજ ટીકર ગામે રોડ પરના પેટ્રોલ પંપ અને તેની બાજુમાં આવેલ મરઘા ઉછેર કેન્દ્ર થતા એક દુકાનમાંથી મળી કુલ ૧૬ લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ છે. જ્યારે હળવદ શહેરમાં પણ ૨૭ રહેણાંક મકાન અને ત્રણ વાણિજ્ય માંથી ગેરરીતિ સામે આવી છે તેથી તેઓને પણ રૂપિયા ૬.૫૫ લાખ રૂપિયાનો દંડ ફટ કરવામાં આવ્યો છે.આમ છેલ્લા બે દિવસમાં હળવદમાં અંદાજે ૬૮.૫૬ લાખની વીજ ચોરી ઝડપાઈ છે અને વીજ ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે.વધુમાં જાણવા મળતી વિગતો મુજબ પીજીવીસીએલ હેઠળ આવતા ૧૨ જિલ્લાના ૪૮ ડિવિઝનમાં હળવદ ડિવિઝનમાં સૌથી વધુ વીજ ચોરી થતી હોય જેના કારણે પાલનપુર,અમદાવાદ, સુરત સહિતની ટીમો દ્વારા હળવદ પંથકમાં ધામા નાખ્યા છે અને વીજ ચોરો પર એસઆરપીના જવાનો સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી રહી છે.