મોરબી : વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે. ત્યારે મોરબી ટ્રાફિક શાખામાં PSI તરીકે ફરજ બજાવતા ડી.બી.ઠક્કરે તેમના પુત્ર બ્રિજભાઈ ઠક્કરના 21મા જન્મદિવસે સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું.પ્રવર્તમાન સમયે લોકો પોતાના સ્વજનોના જન્મદિવસની ઉજવણી વૈભવી રીતે કરતાં હોય છે ત્યારે PSI ડી.બી. ઠક્કર દ્વારા સેવા કાર્યમાં સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ તકે PSI ડી.બી. ઠક્કર, નીતાબેન દીલીપભાઈ ઠક્કર, બ્રિજભાઈ ઠક્કર, હેમાંગીબેન ઠક્કર, મીતભાઈ ઠક્કર સહિતના ઠક્કર પરિવારના સભ્યોએ ઉપસ્થિત રહી તેમના વરદ્ હસ્તે પ્રસાદનું વિતરણ કર્યું હતું. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, ચિરાગભાઈ રાચ્છ, અનિલભાઈ સોમૈયા, કિશોરભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદિવસની શુભકામના પાઠવી હતી.