ખેડૂતો કપાસની ખોટ સરભર કરવા રોકડીયા પાક તરફ વળ્યા, જીરુંનું 71,400 હેક્ટરમાં વાવેતરમોરબી : મોરબી જિલ્લામાં શિયાળુ પાકની પેટર્નમા આ વર્ષે અજીબો ગરીબ પરિવર્તન સાથે જીરું અને વરિયાળીના વાવેતરમાં વિક્રમી વધારા સાથે પરંપરાગત ઘઉં અને ચણાના વાવતેરમાં ઘટાડો થયો છે.ખેડૂતોને કપાસના પાકમાં ખોટ જતા હાલમાં જીરું અને વરિયાળીનું ધૂમ વાવેતર કર્યું છે અને ઘઉં, ચણાના વાવેતરમા કાપ મુકયો છે.મોરબી જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીના સતાવાર આંકડા મુજબ ઓણ સાલ ઘઉંનું વાવેતર ખુબજ ઘટ્યું છે, ગત વર્ષે ઘઉંનું 43325 હેકટરમા વાવેતર થયું હતું. જેમાં આ વર્ષે માત્ર ઘઉંનું 28,450 હેકટરમાં જ વાવેતર થયું છે. જ્યારે ચણાની વાત કરીએ તો ત વર્ષે 27,470 હેકટરમાં વાવેતર હતું જે આ વખતે 13 હજાર હેકટર આસપાસ જ વાવેતર થયું છે.બીજી તરફ જીરુની વાત કરીએ તો ગયા વર્ષે 26952 હેકટરમાં વાવેતર થયું હતું જે આ વર્ષે 71, 400 હેકટરમાં જીરુનું વાવતેર થયું છે. મોરબી જિલ્લાના ખૂબ જ ઓછી વવાતી વરિયાળીનું ગત વર્ષે 4696 હેકટરમાં વાવેતર થયું હતું જ્યારે આ વર્ષે જિલ્લામાં વરિયાળીનું 14,625 હેકટરમાં વરિયાળીનું વાવેતર થયું છે. સરેરાશ શિયાળુ પાકની સ્થિતિ જોઈએ તો ગત વર્ષે 1,39,680 ટોટલ વાવેતર હતી જેની સરખામણીએ આ વખતે 1,53,435 હેકટરમાં વાવેતર થયું છે જેમાં સૌથી વધુ વરિયાળી અને જીરુનું વાવેતર નોંધાયું છે.મોરબીના ખેવારિયા ગામના ખેડૂત પ્રફુલભાઈ હોથીએ જણાવ્યું હતું કે, ગયા વખતે તેઓએ તેમના ખેતરના 40 વિઘા જમીનમાં ઘઉં અને 7 વિઘામાં જીરુંનું વાવેતર કર્યું હતું. પણ આ વર્ષે 40 વિઘામાં ઘઉં અને 27 વિઘામાં જીરુનું વાવેતર કર્યું હતું. પણ આ વખતે કપાસમાં ગુલાબી ઈયળ આવતા કપાસના પાકને નુકશાન થયું છે.વધુમાં કપાસના પાકને કાઢી નાખી કપાસના નુકસાનને સરભર કરવા તેમજ ગયા વખતે જીરુનો 12થી 13 હજાર જેવો સારો ભાવ મળતા આ વખતે યોગ્ય ભાવની આશાએ જીરાનું વધુ વાવેતર કર્યું છે. જ્યારે માળીયા તાલુકાના માણાબાના ખેડૂત રાજુભાઇ વારેવડીયાએ જણાવ્યું હતું કે, ગયા વખતે 8-10 વિઘમાં ઘઉં અને 15 વિઘામાં જીરું વાવ્યું હતું.પણ આ વખયે કપાસના પાકને નુકસાન જતા તેઓએ 80થી 90 વિઘામાં જીરુનું વાવેતર કર્યું હતું. ગયા વખતે જીરુંનો સારો ભાવ મળતા અને કપાસની ખોટને સરભર કરવા મોટાભાગના ખેડૂતોએ જીરું તરફ વળ્યા છે.કૃષિ તજજ્ઞના મત મુજબ ગયા વર્ષે જીરુંના સરેરાશ ભાવ રુ. 12,000ની આસપાસ મળતા પણ આ વર્ષે અનેક ખેડૂતોએ ઘઉંના વાવેતરની જગ્યાએ જીરું અને વરિયાળીનું વાવેતર કરતા પરંપરાગત શિયાળુ વાવેતરમાં આ વખતે અલગ ચિત્ર સામે આવ્યું છે. ત્યારે જોવું રહ્યું કે આ વર્ષે પણ ખેડૂતોને ગત વર્ષ જેટલો ભાવ મળે છે કે કેમ ?પાક 2022-23 વાવેતર(હેક્ટરમાં) 2023-24 વાવેતર (હેક્ટરમાં)ઘઉં 44,325 28,440ચણા 27,470 13,835રાઈ 9,333 3,400જીરુ 26,952 71,400વરિયાળી 4,695 14,625ધાણા 7,695 3,525શાકભાજી 1975 1290ઘાસચારો 13,130 14,210કુલ વાવેતર 1,39,875 1,53,435